સુરતઃ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વાઝણા ગામે મેલડી માતાના મંદિરના વિકાસ માટે ડાયરો યોજાયો હતો જેમાં લોકગાયિકા ગીતા રબારી હાજર રહી હતી ગીતા રબારીના ગીતો પર 10 રૂપિયાથી લઈને 2 હજાર રૂપિયા સુધીની નોટો ઉડી હતી આ ડાયરામાં એનઆરઆઈ પણ હાજર રહ્યા હતા જેમણે ડોલરોનો વરસાદ કરી દીધો હતો આ ડાયરામાં 10 હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા મેલડી માતાના મંદિરના વિકાસ માટે યોજાયેલા ડાયરામાં અંદાજે 20 લાખ જેટલુ દાન આવ્યું હતું જેને મંદિરમાં વિકાસમાં ઉપયોગમાં લેવામાં આવશે
Category
🥇
Sports