સાબરકાંઠા: કલા અને કસબ માટે તીવ્ર બુદ્ધિ હોય તો જ નાવીન્ય શક્ય છે,જોકે સાબરકાંઠા જિલ્લામાં માનસિક દિવ્યાંગ બાળકો એ દિવાળી નિમિત્તે બનાવેલા માટીના કોડીયા આ કહેવતને ખોટી પાડે છે સાબરકાંઠા જિલ્લામાં માનસિક રીતે દિવ્યાંગ બાળકો એ બે હજારથી વધુ દીવડાઓ બનાવી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને એક નવી દિશા ચીંધી છે સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા 21 વર્ષોથી આવેલી માનસિક દિવ્યાંગ સ્કૂલના બાળકો દ્વારા દિવાળી નિમિત્તે બનાવાયેલા દીવડાઓ કોઈપણ વ્યક્તિને મનભાવન બની શકે તેવિ કૃતિ બનવા પામી છે રૂપિયા 10થી લઇ 25 સુધી વિવિધ રંગ રૂપ અને આકારમાં બનાવાયેલા આ દીવડાઓ ને માનસિક રીતે વિકલાંગ બાળકોએ બનાવ્યા છે તેમજ તેને વિદેશથી ઈમ્પોર્ટેડ કરાયેલ દીવડા સામે ટકી શકે તે પ્રકારે રજૂઆત કરી છે
Category
🥇
Sports