ભારત અને ન્યુઝીલેન્ડ સામેની ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં વિરાટ કોહલી માત્ર 8 રન બનાવીને ક્લીન બોલ્ડ થયો હતો. છેલ્લી ચાર ઇનિંગ્સમાં ત્રણ સદી ફટકારી ચૂકેલા વિરાટ પાસેથી અહીં પણ મોટી ઇનિંગની અપેક્ષા હતી, પરંતુ એવું થઈ શક્યું નહીં. ફોર્મમાં ચાલી રહેલા ભૂતપૂર્વ સુકાનીને 16મી ઓવરમાં સ્પિનર મિશેલ સેન્ટનરે આઉટ કર્યો હતો. રોહિતના આઉટ થયા બાદ ત્રીજા નંબરે આવેલો વિરાટ જ્યારે પેવેલિયન પરત ફર્યો ત્યારે ટીમનો સ્કોર 88 રન હતો.
Category
🗞
News